અરે યાર, તું આટલી બધી ચિંતા પણ ના કર! – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

અરે યાર, તું આટલી

બધી ચિંતા પણ ના કર!

ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

રોમાંચને જગાડે કલરવ નથી રહ્યો,

હૈયાને હલબલાવતો વૈભવ નથી રહ્યો,

ફૂલો, સુગંધ, રંગ, પવન એના છે,

દુ: છે કે માનવી માનવ નથી રહ્યો.

મુસાફિર પાલનપુરી

દરેક માણસનો એક ચોક્કસ પ્રકારનો સ્વભાવ હોય છે. દરેકની અનોખી પ્રકૃતિ હોય છે. બધાની એક ફિતરત હોય છે. થોડીક આદતો હોય છે. પોતાના ગમા હોય છે. પોતાના અણગમા હોય છે. મને ગમે. મને ગમે. અમુક વસ્તુથી આપણને ચીડ ચડે છે. અમુક વાતથી આપણે ઉશ્કેરાઇ જઇએ છીએ. આપણે કોઇ દિવસ એવું વિચારીએ છીએ કે, મારો સ્વભાવ કેવો છે? સ્વભાવ કેવી રીતે બન્યો? પ્રકૃતિ એમ ને એમ નથી બનતી. એની પાછળ થોડાક કારણો હોય છે. આપણી આજુબાજુમાં બનતી દરેક ઘટના આપણા પર અસર કરતી હોય છે. બધા અનુભવો આપણા ઉપર નાનીમોટી છાપ છોડી જતાં હોય છે. એક યુવાનની વાત છે. નાની નાની વાતોમાં ટેન્શનમાં આવી જાય. એના મગજ ઉપર કોઇ ને કોઇ જાતની ચિંતા સવાર હોય. મારાથી કામ પૂરું નહીં થાય તો? મેં જે નક્કી કર્યું છે હું નહીં કરી શકું તો? મારાથી કોઇ ભૂલ થશે તો? એનો સ્વભાવ ચિંતા કરવાનો થઇ ગયો હતો. બહારગામ જવાનું થાય ત્યારે એવી ચિંતા થાય કે, ટ્રેનનું બુકિંગ નહીં મળે તો? જે હોટલમાં સ્ટે કરવાનો છે, સારી નહીં હોય તો? મારે જેને મળવાનું છે માણસ સારો નહીં હોય તો? મારે જે વાત કરવાની છે હું સરખી રીતે નહીં કરી શકું તો? સતત ને સતત ચિંતાઓથી ઘેરાયેલો રહે. એક વખત તેના મિત્રએ તેને કહ્યું, તું શું કોઇ ને કોઇ ચિંતા લઇને બેસી રહે છે? આમ નહીં થાય તો અને તેમ નહીં થાય તો! આમ થશે એવું કેમ માની શકતો નથી? બીજી વાત કે થઇથઇને શું થઇ જવાનું છે? આભ ફાટી પડવાનું છે? જિંદગી અટકી જવાની છે? એવું કંઇ થવાનું હોત તો અત્યાર સુધીમાં થઇ ગયું હોત! અરે યાર, તું આટલી બધી ચિંતા કર. તું તારા કામમાં પરફેક્ટ છે, તું નક્કી કરે છે બધું થાય છે ને? તો પછી એવા વિચાર શા માટે કરે છે, કે આમ નહીં થાય તો?

મિત્રની વાત સાંભળીને તેણે કહ્યું, હું આવો નહોતો. હું બહુ કોન્ફિડન્ટ હતો. એક ઘટના બની પછી હું આવો થઇ ગયો. મારી પહેલી નોકરીમાં મને ખરાબ રીતે કાઢી મૂકવામાં આવ્યો હતો. મને જે કામ સોંપવામાં આવ્યું હતું, એમાં મારાથી ભૂલ થઇ હતી. મને મારા બોસે બધાની વચ્ચે ખરાબ રીતે ખખડાવ્યો હતો. મને કહ્યું હતું કે, તારાથી કંઇ નહીં થાય! તું ક્યારેય કંઇ નહીં બની શકે! તું બધા કામમાં લોચા મારે છે. પછી મારામાં ડર ઘૂસી ગયો છે કે, મારાથી નહીં થાય તો? મને નોકરીમાંથી કાઢી મૂકશે તો? મિત્રએ કહ્યું, એણે કાઢી મૂક્યો હતો, પછી શું થયું? બીજી નોકરી મળી ગઇ ને? અત્યારે તું જે નોકરી કરે છે તારી પાંચમી નોકરી છે. પહેલીને બાદ કરતાં દરેક નોકરીમાં તારું પરફોર્મન્સ બેસ્ટ રહ્યું છે. તારું કામ સારું છે એટલે તો તને નવી જોબની ઓફર મળે છે. તું તારી પહેલી નોકરીની વાત મગજમાંથી કાઢતો નથી એટલે તારી પછીની નોકરીનો કોન્ફિડન્સ તારામાં આવતો નથી. એક વાત યાદ રાખ, તું તારા પર વિશ્વાસ નહીં રાખે, તો તું ફફડતો રહીશ. દુનિયામાં બે પ્રકારના માણસો હોય છે. એક જે પોતાની જાતને સાવ નકામી માને છે. એવું વિચારે છે કે, આપણે હવે કંઇ કરી શકીશું નહીં. બીજા પ્રકારના લોકો એવા હોય છે, જે પોતાને વધારે પડતી હોશિયાર આંકી લે છે. આઇ એમ બેસ્ટ. હું સર્વશ્રેષ્ઠ છું. આમ તો બંને માન્યતાઓ વ્યાજબી નથી, પરંતુ પોતાને સાવ નકામા માનવા કરતાં પોતાને બેસ્ટ માનવું વધુ સારું છે. સાચી વાત તો છે કે, જિંદગીમાં કે કરિયરમાં બધું સાવ સારું કે તદ્દન ખરાબ હોતું નથી. બદલાતું રહે છે. દરેક માણસથી ક્યારેક ભૂલો થાય છે. ડાહ્યામાં ડાહ્યો માણસ પણ મૂર્ખામી કરતો હોય છે. સવાલ એટલો હોય છે કે, કઇ વાતને પોતાના પર સવાર થવા દે છે! ભૂલ થાય ત્યારે એને કેવી રીતે લે છે? એનો એટિટ્યુડ એવો હોય છે કે, યાર માણસ છીએ, ક્યારેક ભૂલ થઇ જાય. બીજો એટિટ્યુડ એવો પણ હોય છે કે, ભૂલ થાય કેમ?

એક સફળ બોસ હતા. એની લીડરશિપની બધાં પ્રશંસા કરતાં હતાં. એક વખત તેને પૂછવામાં આવ્યું કે, તમે સફળ બોસ કેવી રીતે બન્યા? એણે કહ્યું કે, મેં મારી ટીમના લોકોની ભૂલો બહુ માફ કરી છે. કોઇનાથી કંઇ ભૂલ થાય ત્યારે હું કહેતો કે, હશે, બીજી વખત ધ્યાન રાખજે. જે થઇ ગયું થઇ ગયું. એની ચિંતા કરતો. જો ભૂલની ચિંતા કરતો રહેશે, તો નવી ભૂલ કરશે. આપણે બધા દરરોજ આપણી વ્યક્તિને કંઇક પાસ કરીએ છીએ, કંઇક આપતાં રહીએ છીએ, એનાથી એની પ્રકૃતિ બને છે. તમે ચિંતાળું પ્રકૃતિ પણ રોપી શકો અને વિશ્વાસ, શ્રધ્ધા અને કોન્ફિડન્સની પ્રકૃતિ પણ રોપી શકો. બોસને બીજો સવાલ પૂછવામાં આવ્યો, તમને ક્યાંથી આવડ્યું? બોસે કહ્યું, મારા ઘરમાંથી! મારી મા સતત ટેન્શનમાં રહેતી. મારા પિતાએ એનો સ્વભાવ એવો કરી નાખ્યો હતો કે, સતત ફફડાટમાં જીવતી. નાનકડી ભૂલ થાય તો પણ પિતા માને ખખડાવી નાખતા. મા રોજેરોજ ડરમાં જીવતી! તારામાં બુદ્ધિ નથી. તને કંઇ આવડતું નથી. તારા ઘરના લોકોએ તને કંઇ શીખવ્યું નથી. પિતા સતત ટોણા મારતા રહેતા. થોડા વર્ષો પછી પિતાનું અવસાન થયું. પિતા ગુજરી ગયા હોવા છતાંય માના મનમાં જે ફડકો પડી ગયો હતો નીકળતો નહોતો. કોઇ ખીજાવાવાળું નહોતું, તો પણ ડરતી રહેતી! મેં એને કંઇ કહ્યું. તેનાં સારા કામના વખાણ કરવાનું શરૂ કર્યું. તો તારા જેવું કોઇ કરી શકે! આમાં તો તું બેસ્ટ છે. ક્યારેક ભૂલો કરતી, પણ પચાસસો કામમાં બેચાર ભૂલો તો થવાની છે. તમારે એને ઇગ્નોર કરવી પડે. ધીમે ધીમે માનો કોન્ફિડન્સ આવ્યો અને એનો ડર, ભય અને ચિંતા દૂર થયાં. વાત મેં ઓફિસમાં એપ્લાય કરી. નક્કી કર્યું કે, મારે મારા બાપ જેવું નથી થવું. મારે મારી ટીમમાં ચિંતા કે ભય નથી રોપવા!

આપણા બધાની લાઇફમાં કોઇ ને કોઇ ચિંતા, કોઇ ઉપાધિ, કોઇ ટેન્શન, કોઇ ફિકર, કોઇ ઇશ્યૂ તો હોવાના છે, એને આપણે કઇ રીતે લઇએ છીએ મહત્ત્વનું છે. કોઇ પ્રોબ્લેમ હોય એનો ઉકેલ શોધો, પ્લાનિંગ કરો, અમલમાં મૂકવા સતર્ક રહો, પણ ચિંતા કરો. ચિંતા કરવાથી તો તમારી એનર્જીમાં ઘટાડો થવાનો છે. સ્વભાવ જો ચિંતાળું થઇ જશે, તો તમે ગમે મેળવી લેશો, ગમે એટલા સફળ થશો તો પણ એને એન્જોય નહીં કરી શકો. જે વાતની જેટલી ચિંતા કરવાની હોય એટલી કરીને એને છોડી દો. નક્કી કરો કે મારે મારો સ્વભાવ ચિંતાળું બનાવવો નથી. આપણો સ્વભાવ જેવો બનશે, એવી આપણી જિંદગી રહેતી હોય છે! સ્વભાવ એવો બનાવો કે જિંદગી જીવવાની મજા આવે!

છેલ્લો સીન :

ચિંતા કરવાનો મતલબ જરાયે એવો નથી કે બેફિકર કે બેદરકાર રહેવું, એનો મતલબ એટલો છે કે, આપણા કામમાં સતર્ક અને સાવધાન રહેવું અને ખોટો ભય રાખવો. -કેયુ.

(‘દિવ્ય ભાસ્કર’, ‘કળશ’ પૂર્તિ, તા. 13 જાન્યુઆરી 2021, બુધવાર, ‘ચિંતનની પળે’ કોલમ)

kkantu@gmail.com

Be the first to comment

Leave a Reply