‘અહા! ચિંતન’ : ચિંતન શ્રેણીનું છઠ્ઠું પુસ્તક.

‘અહા! ચિંતન’ : ચિંતન શ્રેણીનું છઠ્ઠું પુસ્તક.

1

ચિંતન શ્રેણીનું છઠ્ઠું પુસ્તક ‘અહા ચિંતન’ આવી રહ્યું છે. આ અવસરે તા. 4ને રવિવારે સવારે 10-30 વાગે ક્રોસવર્ડ, મીઠાખળી, અમદાવાદ ખાતે એક કાર્યક્રમ યોજેલ છે. જાણીતા આરજે અને મારા અંગત મિત્ર ધ્વનિત કાર્યક્રમનું સંચાલન કરશે અને ધ્વનિત તથા આરજે આરતી પટેલ લેખોના અંશોનું પઠન કરશે. કાર્યક્રમમાં પધારવા સહુને મારું દિલથી નિમંત્રણ છે. અમદાવાદ ઉપરાંત વડોદરામાં તા.11 અને સુરતમાં તા. 18ના રોજ ક્રોસવર્ડમાં જ કાર્યક્રમ યોજાશે. જેની વિગતો પછી શેર કરીશ.

મારા કુલ સાત પુસ્તકો, ચિંતન શ્રેણીના છ પુસ્તકો (1) ચિંતનની પળે, (2), ચિંતનને ચમકારે, (3) ચિંતનને અજવાળે (4) ચિંતન 24X7 (5) ચિંતન ROCKS.. અને હવે (6) અહા ચિંતન, ઉપરાંત (7) કાના બાંટવા સાથેનું પુસ્તક આમને-સામને નવભારત સાહિત્ય મંદિર દ્રારા પ્રસિધ્ધ થયા છે.

અમદાવાદ, વડોદરા અને સુરતના કાર્યક્રમોના આયોજનનો તમામ યશ મારી જીવનસાથી જ્યોતિના ફાળે જાય છે. થેંક યુ જ્યોતિ. એન્ડ યસ, થેંક યુ ક્રોસવર્ડ.

2

3

Be the first to comment

Leave a Reply