પ્યાર કા પહેલા
ખત લિખને
મેં…
દૂરબીન – કૃષ્ણકાંત ઉનડકટ
—————————
પ્રેમમાં પડે ત્યારે
યુવક કે
યુવતીના દિલમાં સંવેદનાઓ ધડાધડ ફૂટે છે.
પ્રેમીઓને કવિતા સ્ફૂરે છે. દુનિયા
લૂંટાવી દેવાની સ્ફુરણા થાય છે.
જોકે પ્રેમપત્ર લખવા
બેસે ત્યારે
શબ્દો શોધવાના ફાંફાં પડી જાય
છે!
—————————————–
દુનિયામાં કદાચ સૌથી
અઘરું જો કોઇ
કામ હોય
તો
પહેલો પ્રેમપત્ર લખવાનું છે. પ્રેમીને એવું
લખવું હોય છે
કે તેના
પ્રિય પાત્રના દિલના દરેક તાર
ઝણઝણી જાય. તાજા
તાજા પ્રેમમાં પડ્યા
હોઇએ પછી
પહેલો પ્રેમપત્ર લખવાનો, મોકો શોધીને
પ્રેમપત્ર આપવાનો,
પ્રેમી પાસેથી પ્રેમપત્ર સ્વીકારવાનો, કોઇ
જુએ એમ
પ્રેમપત્ર વાંચવાનો અને
પ્રેમપત્રને જીવનની
અમૂલ્ય મૂડી સમજીને
સાચવી રાખવાનો અહેસાસ અદ્્ભુત અને અલૌકિક
હોય છે.
પ્રેમપત્ર લખવા બેસીએ
ત્યારે દરેક શબ્દ
નાનો લાગે
છે, દરેક
અર્થ ટૂંકો
લાગે છે,
શું લખું?
શું ના
લખું? સરવાળે
ગમે તે
લખે તો
પણ અધૂરું
લાગે છે.
મારા દિલની
ભાવના હજુ
પત્રમાં સ્પષ્ટ થતી નથી,
લખાયું
છે તેના
કરતાં હું તેને
હજારો નહીં પણ
લાખો ગણો
પ્રેમ કરું છું.
મારી
જિંદગીની સ્વપ્ન સુંદરી છે. તેના
માટે તો
દુનિયાનો દરેક શબ્દ
નાનો છે.
મારો પ્રેમ
વિશાળ છે, અપાર
છે, અગાધ
છે, તેના
માટે કોઇ
શબ્દ
નથી, મારું
ચાલે તો
દિલને ચીરીને બતાવી દઉં કે
જો આમાં
માત્ર ને માત્ર
તારું નામ
છે અને
ફક્ત તારું
સ્થાન
છે.
અને આવી
બીજી ઘણી
લાગણીઓ થાય છે.
આવી લાગણી
થવી
જોઇએ.
થાય તો
સમજવું કે કંઇક
કમી છે.
તને જોઉં છું
તો દિલની
દરેક ઘંટડી
રણકવા લાગે છે,
મારા હૃદયના
ધબકારા જાણે નગારું
વાગતું હોય
રીતે ધડકતા
હોય છે,
તું સામે
હોય છે
ત્યારે જાણે સ્વર્ગ
હથેળીમાં આવી ગયું
હોય છે.
અા અને
આવું ઘણું
બધું લખવાનું મન
થઇ આવે
છે. પ્રેમમાં હોય
ત્યારે માણસને કવિતાઓ સૂઝે છે.
સિદ્ધહસ્ત કવિઓને ભલે પ્રેમીઓની કવિતા
જોડકણાં જેવી લાગે
પણ એના
માટે તો
જિંદગીનું શ્રેષ્ઠ સર્જન
હોય છે.
એમાંયે જ્યારે પોતાનું પ્રિય પાત્ર કવિતા
વાંચે ત્યારે તો આહાહા
જાણે દુનિયાનું બધું
સુખ
મળી ગયું
હોય અને
તૃપ્તિ થઇ ગઇ
હોય એવું
મહેસૂસ થાય છે.
પ્યાર
કા પહેલા
ખત લિખને
મેં વક્ત
તો લગતા
હૈ, જગજિતસિંહે ગાયેલી ગઝલનો
અહેસાસ થોડા ઘણા
અંશે દરેકને
થયો
હોય છે.
કાગળના કેટલા બધા ડૂચા
વાળ્યા હોય છે.
સુંદર ફ્લોરલ લેટર પેડ
અને એમાં
વળી સુગંધ
આવે એવા
સ્પ્રેનો છંટકાવ કર્યો હોય, છતાં
સારા શબ્દ
સૂઝે
ત્યારે એમ થાય
કે કુદરતે
મને કવિ
બનાવ્યો હોત તો
કેવું સારું. શાયરી સૂઝે નહીં
ત્યારે કવિઓની પંક્તિની ઉઠાંતરી પણ થાય
છે. ખત લીખતા
હૂં ખૂન
સે, શ્યાહી
મત સમજના,
મરતા હૂં
તેરી યાદ
મેં જિન્દા
મત સમજના જેવી ચીલાચાલુ શાયરીથી માંડી
ગાલિબની ગઝલની પંક્તિ ઇસ
સાદગી પે કૌન
મર
જાયે ખુદા,
લડતે હૈ
ઔર હાથ
મેં તલવાર
ભી નહીં શોધી શોધીને
પ્રેમપત્રમાં પ્રગટાવવામાં આવે છે.
એકાદ લવલેટરનો જવાબ
આવે પછી
તો સિલસિલો શરૂ
થાય છે.
એક લેટરનો
જવાબ આવે
પહેલાં
બીજો
લેટર તૈયાર
હોય છે.
ગાલિબની પેલી
પંક્તિઓ યાદ છે
ને? કાસિદ
કે આતે
આતે ખત
ઇક ઔર
લિખ રખું,
મેં જાનતા
હૂં જો
વો લિખેંગે જવાબ
મેંકાસિદ
એટલે ટપાલી.
જોકે હવે
જમાનો બદલાયો છે. હવે
ટપાલીની જરૂર પડતી
નથી. મોબાઇલથી ફટ
દઇને મેસેજ
મોકલાઇ જાય છે.
એક સમયે તો
લવલેટર કેવી રીતે
પહોંચાડવો પણ
મોટો પ્રશ્ન
હતો. લાબું
પ્લાનિંગ કરવું પડતું. કોઇ મિત્ર
કે બહેનપણીની મદદ
લેવી પડતી.
સિવાય
બીજા ઘણા
ઉધામા કરવા પડતા.
ટેક્નોલોજીએ લવઅફેરને
ઘણા ઇઝી
બનાવી દીધા છે.
પહેલાં મોઢું જોવા તડપાપડ
થવું પડતું
હવે વીડિયો
ચેટિંગથી આમનેસામને
રહેવાય છે. લવલેટર
સાચવવાનો પણ મોટો
ઇસ્યૂ હતો. કોઇને
હાથ
લાગે
રીતે લવલેટર
સાચવવા કંઇ
નાનુંસૂનું કામ
હતું. હવે
બધા મેસેજિસ પાસવર્ડ રાખી
સંતાડી શકાય છે.
કોઇ સંજોગોમાં બ્રેકઅપ થાય કે
મનગમતી વ્યક્તિ વચ્ચે જિંદગીભર જીવવાનું સપનું પૂરું થાય
ત્યારે લવલેટર્સનું શું કરવું
સવાલ
થાય છે.
અગેઇન જગજિતસિંહે ગાયેલી પેલી ગઝલ
યાદ આવે
છે. તેરે
ખૂશબુ સે ભરે
ખત, મૈં
જલાતા કૈસે? તેરે
ખત આજ
મૈં ગંગા
મેં બહા
લાયા હૂં,
આગ બહેતે
હુએ પાની
મેં લગા
આયા હૂં
શું મસ્ત
કલ્પના છે. જોકે
આવા સમયે
આગ પાણીમાં નહીં,
દિલમાં લાગતી હોય છે!
હવે જોકે
સવાલ
પણ નથી
નડતો. મેસેજ
જસ્ટ ઓપન
કરો અને
ડિલીટ મારો, વાર્તા
પૂરી. જોકે
જેઓ ખરેખર
પ્રેમ કરે છે
તેના માટે
તો ડિલીટ
કરવું પણ
કંઇ ઓછું
પીડાદાયક નથી હોતું!
સાહિર લુધિયાનવીએ લખ્યું છે, તુમ મેં
હિંમત હૈ તો
દુનિયા સે બગાવત
કર લો,
વરના માબાપ જહાં
કહેતે હૈ વહાં
શાદી કરલો!
પ્રેમમાં માણસ દુનિયા
સામે બગાવત
કરવા તૈયાર
થઇ જાય
છે અને
ફના થઇ
જવા સામે
પણ તેને
વાંધો હોતો નથી.
વાત
પોતાના પ્રેમી કે પ્રેમિકાને પહોંચાડવી હોય
છે પણ
શબ્દો જડે
ત્યારે આવા પ્રેમીઓ મૂંઝાય
છે, ઘણીવાર
મિત્રોની મદદ લે
છે અને
બીજા ઘણા
ઉપાયો અજમાવે છે.
યંગસ્ટર્સ પ્રેમમાં પડે ત્યારે
આર્ટ
ઓફ લવલેટર
રાઇટિંગ
શીખી લેવી
જોઇએ. એના
માટે કોઇ
કોર્સ કરવાની જરૂર નથી
પણ પોતાની
રીતે
સંવેદનાને શબ્દોમાં ઢાળવાની આવડત કેળવવી
છે. અત્યારના મોબાઇલ,
ટેબલેટ, લેપટોપ અને નેટના
હાઇટેક જમાનામાં યંગસ્ટર્સ લવલેટર્સથી દૂર થતા
જાય છે.
લખવાની ફાવટ ધીમે
ધીમે ઘટતી
જાય છે.
તમે લખો
ભલે, મોબાઇલથી મેસેજ
કે ઇમેલ,
પણ એમાં
સંવેવદનાઓ છલોછલ હોવી જોઇએ.
કાગળ ઉપર
પ્રેમથી લખાય
લવલેટર
નથી, તમારો
દિલનો પડઘો ગમે
રીતે
પડવો જોઇએ.
તમે જે
ફીલ કરતા
હોવ
લખો
પ્રેમ છે.
ઇમ્પ્રેસ કરવાની જરાયે જરૂર નથી.
તમારા દિલની વાત ફાવે
એવી અને
આવડે એવી
ભાષામાં લખો, તમારી
વ્યક્તિએ સ્પર્શવાથી
છે. લવલેટર્સ લખવાનું
છોડો,
પ્રેમનું એક એવું
નજરાણું છે જે
ભવિષ્યમાં પણ તમારા
પ્રેમને તરોતાજા કરી દેશે.
હેપ્પી વેલેન્ટાઇન ડે!
(“દિવ્ય ભાસ્કર’, “રસરંગ’ પૂર્તિ, તા. 14 ફેબ્રુઆરી, 2016, રવિવાર, “દૂરબીન’ કોલમ)

Be the first to comment

Leave a Reply