વડોદરામાં ‘અહા! ચિંતન’નું વિમોચન

થેંક યુ વડોદરા :

વડોદરા ક્રોસવર્ડમાં તા. 11 ડિસેમ્બરને રવિવારે

મારા સાતમા પુસ્તક ‘અહા! ચિંતન’નું વિમોચન

અને ‘મિટ ધ ઓથર’ કાર્યક્રમ યોજાયો.

કાર્યક્રમનું સુંદર સંચાલન સુશ્રી અરુણાબેન ચોક્સીએ તથા

લેખોના અંશોનું પઠન અમીષા શાહ અને મેહુલ વ્યાસે કર્યું.

મિત્ર અને મેયર ભરત ડાંગર, ડો. આર.બી. ભેસાણીયા, કવિ મિત્રો મકરંદ મુસળે અને વિવેક કાણે, અવંતિકાબેન ગુણવંતભાઇ શાહ, રણછોડભાઇ શાહ, દિલીપભાઇ ને નીલાબેન મહેતા, કિરણ પાટીલ સહીત અનેક મિત્રો અને મોટી સંખ્યામાં મારા વ્હાલા વાચકો હાજર રહ્યા.

ક્રોસવર્ડના મયૂરભાઇ અને સીમાબેને સરસ આયોજન કર્યું હતું. જીવનસાથી જ્યોતિએ મારી લેખન પ્રક્રિયાની વાત કરી. વાચકો સાથેનો સંવાદ અદભુત રહ્યો. ઓવરઓલ એક યાદગાર સમારોહ…. થેંક યુ ઓલ.

1

2

3

4

5

 6

7

10

1213

14

2 Comments

  1. ખરેખર, એક સિદ્ધિ મેળવી આપે, કૃષ્ણકાંતભાઈ! હાર્દિક અભિનંદન!

    આપની સર્જંશીલતા પાંગરતી રહે તે પ્રાર્થના! …. હરીશ દવે અમદાવાદ

Leave a Reply